ઉર્ફી જાવેદ ભૂલથી બોલી ગઈ સાચું, બધાને લાગ્યા મરચાં, ટ્વિટર પર થયો ખરો ખેલ
નમસ્તે મિત્રો અત્યારે રોજ બરોજ ની ચર્ચાનો વિષય બની રહેતી ઉર્ફી જાવેદ રોજ કઈ અલગ જ વિષય લઇ ને આવતી હોય છે. ફેશન ક્વીન ગણાતી બોલીવુડ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ આ વખતે એક ટ્વિટ કરીને સનસનાટી મચાવી છે અને તેણે એક એવું ટ્વિટ કર્યું જે જોતજોતામાં વાયરલ થઈ ગયું અને તેની પર હજારો કોમેન્ટ લાઈક આવી મળી હતી.
ઉર્ફીએ શું ટ્વિટ કર્યું : ઉર્ફીએ ગઈ કાલે રાતે ટ્વિટર પર એક ટ્વીટ કર્યું હતું જેમાં તેને લોકોની વિચારસરણી અને માનસિકતા પર કટાક્ષ કર્યો હતો. ઉર્ફીએ ટ્વિટ કરીને લખ્યું કે અહીં બધા નાગા જ છે ભાઈ… ફર્ક માત્ર એટલો કે હું કપડાંથી લોકો વિચારથી. ઉર્ફીના આ નાનકડા ટ્વીટને હજારો લાઇક્સ અને કમેન્ટ મળી છે.
ઉર્ફી જાવેદ ઘણીવાર પોતાની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ અલગ-અલગ સ્ટાઇલમાં, અલગ-અલગ કપડામાં જોવા મળે છે. જેના માટે ક્યારેક તેને પ્રશંસા મળે છે તો ક્યારેક તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે. રણવીર સિંહે પણ ઉર્ફીની ફેશન સેન્સના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટીથી જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ઉર્ફીના ફોટો અને વીડિયોઝ સતત વાયરલ થઇ રહ્યા છે. તો આ હતા આજના ઉર્ફી ને લઈને અગત્યના સમાચાર.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.