તમને પણ દહીં ખુબ જ ભાવે છે તો આર્ટિકલ જરૂરથી વાંચજો, એક ભૂલ પડી શકે ભારે !
ભારતમાં ભોજનમાં દહીંનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ભોજનની સાથે દહીં અથવા છાશ શામેલ કરવાથી ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. દહીં દિવસભરના અનેક પોષકતત્વોની શરીરમાં આપૂર્તિ કરે છે. દહીંમા પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચનક્રિયાનું કામ કરે છે.
દહીંને હેલ્ધી બેક્ટેરિયા તરીકે તૈયાર કરવામાં આવે છે, જેને લેક્ટોબેસિલસ કહેવામાં આવે છે. ઉપરાંત દહીંમાં વિટામીન બી12, વિટામીન બી2, ફોસ્ફરસ, મેગ્નીશિયમ અને પોટેશિયમ જેવા ખનિજ પદાર્થ રહેલા છે. જે વ્યક્તિને સ્વસ્થ રાખે છે.
દહીં ખાધા બાદ આ વસ્તુનું સેવન ના કરશો :
દહીંની તાસીર ઠંડી હોય છે. આ કારણોસર દહીં ખાધા બાદ ગરમ તાસીર વાળી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. તેનાથી શરીરમાં ઠંડી અને ગરમીની સમસ્યા થઈ શકે છે.દહીં ખાધા બાદ તળેલી વસ્તુનું સેવન ના કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દહીં ખાધા બાદ તળેલા ફૂડનું સેવન કરે તો તેનાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન થઈ શકે છે. પાચન પ્રક્રિયા પર પણ ખરાબ અસર થાય છે.
દહીં ખાધા બાદ ક્યારેય પણ ડુંગળીનું સેવન ના કરવું જોઈએ. અનેક લોકો દહીં ખાધા બાદ સલાડ તરીકે ડુંગળીનું સેવન કરે છે. આ પ્રકારે કરવાથી એલર્જી થઈ શકે છે. જેના કારણે પેટમાં દુ:ખાવો, પેટ ફૂલી જવું, ડાયેરિયા થવા, ઉલ્ટી થવી જેવી પેટની સમસ્યા થઈ શકે છે.
દહીં ખાધા બાદ ક્યારેય પણ અથાણાનું સેવન ના કરવું જોઈએ. તેનાથી વ્યક્તિના શરીરમાં રિએક્શન આવી શકે છે.દહીં ખાધા બાદ કેરી ખાવાથી સ્કિન એલર્જી થઈ શકે છે. દહીં ખાધા બાદ કેરીનું સેવન કરવાથી શરીરમાં વિષાક્ત પદાર્થ ઉત્પન્ન થવાથી સ્કિન એલર્જી થવાનું જોખમ રહે છે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.