ફળોનો રાજા ગણાતા કેરીની થઈ ગઈ આવક શરૂ,કેસર કેરીનો ભાવ સાંભળીને મોઢા માં આવશે પાણી - Jan Avaj News

ફળોનો રાજા ગણાતા કેરીની થઈ ગઈ આવક શરૂ,કેસર કેરીનો ભાવ સાંભળીને મોઢા માં આવશે પાણી

કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. કેરી નાના મોટા સૌ કોઇને પ્રીય હોય છે. કેરીના શોખીન લોકો ઉનાળાની આતુરતાથી રાહ જોતા હોય છે. એમા પણ ગીરની કેસર કેરી એટએ વાત જ ન પૂછો.. જો કે હવે તો પોરબંદર ના અમુક વિસ્તારો અને અન્ય જિલ્લાઓમ અપન કેસર કેરીનુ ઉત્પાદન થાય છે. ફળોના રાજા એવા કેરીના શોખીન લોકો માટે ખૂબ સારા સમાચાર છે. ગુજરાતના બજારોમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઇ ગઇ છે.

જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઇ ગઇ છે. યાર્ડમાં પહેલા દિવસે 100 થી 150 પેટી કેસર કેરીની આવક થઇ છે. બીજી બાજુ, ખેડૂતો પણ આનંદમા છે તેમને કેસર કેરીના સારા ભાવ પણ મળી રહ્યા છે.જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઇ ગઇ છે. યાર્ડમાં પહેલા દિવસે 100 થી 150 પેટીની આવક થઇ છે.

10 કિલોના 1000થી 1500 રૂપિયાના ભાવ હાલ બોલાઇ રહ્યા છે. વાતાવરણ પલટાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. જ્યારે હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે છે. ફળોના સ્વાદ પ્રેમીઓ કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, તેવી મીઠી મધુરી કેસર કેરીનું આગમન થવા લાગ્યુ છે. જૂનાગઢ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે.

આ વર્ષે માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી મીઠી મધુર કેસર કેરીનું આગમન થતાં ખેડૂતો,વેપારીઓ અને કેરીના શોખીન લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેસર કેરીના સ્વાદ પ્રેમીઓનો કેરીના આગમનને લઈને આતુરતાનો અંત આવ્યો છે.

આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન થવા પામ્યુ છે, પરંતુ તાજેતરમાં જ ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને ઘણુ નુકસાન થવા પામ્યું છે, ત્યારે બજારમાં આગામી દિવસોમાં કેસર કેરીની કેવી આવક થશે એ જોવાનું રહેશે. વાતાવરણમાં પલટાને કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે, જ્યારે હજુ આવતા દિવસોમાં કેરીની આવક વધી શકે છે.

ગુજરાતમાં કેરીનું ઉત્પાદનનું મોટુ કેન્દ્ર ગણાતા જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ગત વર્ષે વાવાઝોડાને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું હતું પરંતુ આ વખતે કેસર કેરીનું ચિત્ર ઘણું ઉજળું બન્યું છે અને ગત વર્ષે 1.56 લાખ ટન સામે આ વર્ષે આશરે બે લાખ ટન કેરી પાકવાનો અંદાજ રાખી રહ્યા છે. જેના કારણે કેરીના ભાવ ગત વર્ષની તુલનામા જળવાઈ રહે તેવી શકયતાઓ છે. જેથી મધ્યમવર્ગ પણ મન મૂકીને કેરીની મોજ માણી શકશે. કેરીને પાકને જોઈતું હવામાન આ વર્ષે એકંદરે અનુકૂળ રહ્યું છે જો કે છેલ્લે છેલ્લે કમોસમી વરસાદ થોડો નડયો છે.

નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.