આ વખતે કેરીના પાકને ભારે નુકસાન થશે , ગુજરાતમાં જાણો ક્યાં ક્યાં છે વીજળીના કડાકા સાથે માવઠાની આગાહી
નમસ્તે મિત્રો હવામાન વિભાગનું અનુમાન છે કે, 31 માર્ચ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને સામાન્ય કમોસમી વરસાદ થશે. આ માવઠાની આગાહીને કારણે જગતનો તાત પરેશાન થયો છે. તેમના આખા વર્ષની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યુ છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 31 માર્ચ સુધીમાં ગાજવીજ અને પવન સાથે માવઠાની આગાહી કરી છે.
જેના કારણે ખેડૂતોમાં ફરી ચિંતા વ્યાપી ગઇ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે 31 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે.
જ્યારે 1 એપ્રિલે સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અમદાવાદમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને કચ્છ તેમજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં પણ હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. તથા સૌરાષ્ટ્ર, મ.ગુજરાત, ઉ.ગુજરાતમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે કમોમસી વરસાદનું જોર રહેશે. આ સાથે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતમાં માવઠું રહેશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરતા જણાવ્યુ કે, 1 લી એપ્રિલ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે.
8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.
અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં છેક જૂન મહિના સુધી માવઠું થશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કરા પણ પડવાની આગાહી છે.
આ કમોસમી વરસાદની સાથે કાળઝાળ ગરમી પણ પડવાની આગાહી કરવામાં આવી છે. 17મી જૂન બાદ પણ આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. જેના કારણે આ વખતે કેરીના પાકને ભારે નુકસાન થવાનું પણ જણાવ્યુ છે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.