શું તમે ઘરમાં વેલણ અને પાટલી અલગ અલગ મુકો છો ? એવું ક્યારેય ના કરતાં નહીંતર
નમસ્તે મિત્રો, આપણા શાસ્ત્રોમાં ઘરના રસોડાનું એક આગવુ મહત્વ બતાવવામાં આવ્યું છે. રસોડામાં તમે કઇ વસ્તુ ક્યા અને કેવી રીતે મૂકો છો તે પણ મહત્વની વાત છે. પરંતુ જો એ ચીજોને યોગ્ય રીતે મૂકવામાં ન આવે તો ઘણી સામાન્ય અસામાન્ય મુશ્કેલી આવી શકે છે.
મહત્વનું છે કે રસોડાની વસ્તુઓને યોગ્ય રીતે રાખવામાં આવે તો તેના ફાયદા પણ થાય છે. તે જ રસોડાની મહત્વની વસ્તુ એટલે પાટલી- વેલણ જેના દ્વારા રોટલી-ભાખરી-પૂરી બનાવવામાં આવે છે, તેને કેવી રીતે મૂકવા જોઇએ તેને વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણીએ
આપણા ઘરના રસોડામાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી રસોઇ ઘરની દરેક બાબતને ખૂબ જ મહત્વ આપવુ અને સમજવુ જરુરી છે. પરંતુ ઘણી વખત મહિલાઓ જાણતા અજણતા જ કોઇ નાની મોટી ભૂલો કરી બેસે છે. જેમ કે રસોઇ ઘરમાં પાટલી અને વેલણ કેવી રીતે રાખવુ જોઇએ તેનો ચોક્કસ ખ્યાલ હોતો નથી, જેના કારણે તે વાસ્તુ દોષનો ભોગ બને છે. આથી તેમણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વાસ્તુશાસ્ત્રમાં પાટલી અને વેલણ કેવી રીતે મૂકવા જોઇએ તેના વિશે ચોક્કસ પદ્ધતિ બતાવવામાં આવી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, પાટલીનો સંબંધ કેતુની સાથે છે જ્યારે વેલણનો રાહુની સાથે સંબંધ છે. આ બંને સાથે હોવાથી શુક્રની ઉત્પત્તિ થાય છે. આ કેતુ તમે કરેલા દરેક કાર્યો, દરેક સફળતાને પ્રભાવિત કરે છે. આ કેતુનો પ્રભાવ તમારા સંતાનો પર પણ પડે છે. પરંતુ તમારા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવવા લાગે ત્યારે સમજવુ કે આ રાહુનો દોષ છે.
પરંતુ જ્યારે આ બંને એટલે કે કેતુ એટલે કે પાટલી અને રાહુ એટલે કે વેલણના મિલનથી શુક્રની ઉત્પત્તિ થાય છે ત્યાંરે આપણું સંપૂર્ણ જીવન શુક્રથી પ્રભાવિત રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આપણો આપણા સંતાનો અને પૂરા પરિવારની સાથે કેવો વ્યવહાર રહેશે તે દરેક વાતનો સીધો સંબંધ શુક્ર સાથે જોડાયેલો હોય છે. આ શુક્ની માતા મહાલક્ષ્મીજી છે. આથી બંનેને એક સાથે જ રાખવા કે જેનાથી શુક્રની ઉત્પત્તિ થાય અને સાથે મા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે.
જો તમે તમારા ઘરમાં પાટલી અને વેલણને અલગ કે પછી મહત્વ આપતા નથી તો રાહુ કેતુના તમે દોષી બનશો. પરંતુ સાથે સાથે શુક્ર પણ તમારાથી નારાજ થશે અને જો તમે શુક્રને નારાજ કરશો તો માતા લક્ષ્મી તો તમારાથી નારાજ થવાના જ છે
ઘરની મહિલાઓએ આ બાબતને ખાસ ધ્યાને લેવી કે તમે રોટલી બનાવવા માટે જે પાટલી વેલણનો ઉપયોગ કરો છો તે ક્યારેય કોઇ ધાતુ કે પ્લાસ્ટિકના બનેલા ન હોવા જોઇએ એવા પાટલી વેલણ વાપરવાથી આપણને વાસ્તુ દોષ લાગે છે. તેથી લાકડાના જ પાટલી વેલણ વાપરવા હિતાવહ છે.
બીજી ભૂલ મહિલાઓ એ કરે છે કે રસોઇ બનાવ્યા પછી બધા જ વાસણોની સાથે પાટલી વેલણ સાફ કરવા મૂકે છે. આ યોગ્ય નથી. આમ કરવાથી તમારી પ્રગતિ પર રોક લાગે છે. રોટલી કર્યા પછી તરત જ પાટલી વેલણ સાફ કરીને કોરા કરી મૂકવા જોઇએ. આ જ સાચી પદ્ધતિ છે અને આમ કરવાથી ઘરમાં હંમેશા શાંતિ જળવાઇ રહે છે.
ઘણા ઘરોમાં રોટલી બનાવી લીધા બાદ પાટલી અને વેલણ નિયમિત ધોવામાં આવતા નથી, કોરા કપડાથી લૂછીને મૂકી દેવામાં આવે છે. આવા ઘરોમાં ઘરના સભ્યોમાં અણબનાવ રહે છે તે ઘરની પ્રગતિ રુંધાય છે. હંમેશા કોઇને કોઇ બીમારી જોવા મળે છે. આથી રોટલી કર્યા બાદ પાટલી વેલણ ધોઇને જ હંમેશા મૂકવા જોઇએ.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.