71 હજાર યુવાનોને સરકારી નોકરી આપશે મોદી સરકાર, આ વિભાગમાં થશે સૌથી વધુ ભરતી - Jan Avaj News

71 હજાર યુવાનોને સરકારી નોકરી આપશે મોદી સરકાર, આ વિભાગમાં થશે સૌથી વધુ ભરતી

નમસ્તે મિત્રો, આજે અમે તમને જણાવવાના છીએ કે મોદી સરકાર 71 હાજર યુવાનોને નોકરી આપવા જઈ રહ્યા છે. તો તમે પણ એનો લાભ લઇ શકો છો અને મેળવી શકો છો સરકારી નોકરી. ભારતમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો બની રહી છે. ત્યારે સરકાર પણ સતત યુવાનોને તેમની લાયકાત અનુસાર કામ મળે તેવા પ્રયાસો કરી રહી છે.

તેવામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીદેશના યુવાનો સૌથી મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. જેમાં 71 હજાર યુવાનોને સરકારી નોકરીઓ માટેની નિયુક્તિ પત્રો આપવામાં આવશે. આમાં રેલવે વિભાગમાં સરકારી નોકરી માટે સૌથી વધુ નિયુક્તિ પત્રો અપાશે. પીએમ મોદી 13 એપ્રિલ 2023ના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ ખાલી પદો પર ભરતી માટે નિયુક્તિ પત્રો આપશે.

મહત્વનું છે કે આપને જણાવી દઇએ કે આ પ્રોગ્રામ દેશભરમાં 45 જગ્યાઓ પર યોજવામાં આવશે. યુવાનોમાં પણ આ કાર્યક્રમને લઇને ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે.પ્રધાનમંત્રી અગાઉ પણ અનેક રોજગાર મેળામાં સરકારી નોકરીઓ માટે નિયુક્તિ પત્રો એનાયત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ ગત વર્ષે ધનતેરસના રોજ રોજગારીથી વંચિત અને નોકરીની શોધ કરી રહેલા યુવાનોને રોજગાર આપવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે જેમાં આ વર્ષના અંત સુધીમાં 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે. ગત વર્ષે ઓક્ટોબરમાં 75 હજાર અને જાન્યુઆરીમાં 71 હજાર નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા. જે બાદ ફરીથી મોદી સરકાર 71 હજાર યુવાનોને નિયુક્તિ પત્રો આપશે.આ પ્રોગ્રામ હેઠળ જે 71 હજાર નોકરીઓ આપવામાં આવશે, તેમાં સૌથી વધુ 50 હજાર નોકરીઓ માત્ર એકલા રેલવે ક્ષેત્રમાં છે.

આ ઉપરાંત પોસ્ટ વિભાગ અને નાણાંકીય સેવા વિભાગમાં ખાલી પદો પર ભરવા માટે નિયુક્તિ પત્રો અપાશે.45 જગ્યાઓ પર યોજાનાર આ કાર્યક્રમમાં મોદી સરકારના અનેક વરીષ્ઠ મંત્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં જયપુરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ચેન્નાઇમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, જોધપુરમાં જળશક્તિ મંત્રી ગજેન્દ્ર

મહત્વનું છે કે સિંહ શેખાવત, લખનઉમાં ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્ર પાંડે, રાંચી ખાતે અર્જુન મુંડા, નિતીન ગડકરી નાગપુરમાં, ધર્મેન્દ્ર પ્રધાન ભુવનેશ્વરમાં અને પટિયાલામાં હરદિપસિંહની ખાસ ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામનું ઠેકઠેકાણે આયોજન કરવામાં આવશે. જેની તૈયારીઓ પણ ખાસ ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. સરકારી નોકરી મેળવનારા યુવાનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.