PNG અને CNGને લઈને સરકારનો મોટો નિર્ણય, જાણો સામાન્ય લોકોને કેટલો થશે ફાયદો
નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ PNG અને CNG ગેસના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સામાન્ય લોકોને ઘણો ફાયદો થશે. તો ચલો જાણીએ શું છે સમગ્ર સમાચાર. કેબિનેટે ઘરેલુ કુદરતી ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાથી PNG અને CNGની કિંમતોમાં ઘટાડો થશે.
આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, દેશનાં શહેરોમાં બંનેના ભાવમાં સામાન્ય લોકોને કેટલી રાહત મળશે.કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી છે કે, નવી ફોર્મ્યુલાની અસરને કારણે કિંમતોમાં ઘટાડો થશે અને દેશભરમાં CNG અને PNGની કિંમતોમાં 7 થી 10 ટકાની રાહત મળશે.
ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, પુણેમાં CNG 92 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 87 રૂપિયા થઈ જશે અને જો PNG 57 રૂપિયા પ્રતિ યુનિટ છે, તો તે 52 રૂપિયાની નજીક આવશે.અમદાવાદમાં PNG 80.34 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 75 રૂપિયાની આસપાસ થઈ જશે અને 55 રૂપિયા પ્રતિ યુનિટ છે, તો તે 50 રૂપિયાની નજીક આવશે.દિલ્હીમાં પણ જો PNG 53.49 ના સ્તરે છે તો ભાવ 47.5 ના સ્તરની નજીક આવશે.
તે જ બેંગ્લોરમાં રૂ. 58 થી ઘટીને રૂ. 52 થશે.તેમના જણાવ્યા અનુસાર, આ મુજબ ગ્રાહકોને PNG પર 10 ટકા રાહત મળશે. આ સાથે જ શહેરોમાં CNG 7 થી 9 ટકા સસ્તું થશે. સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયની સૂચના શુક્રવારે આવશે અને આ નિર્ણય શનિવારથી લાગુ કરવામાં આવશે.
નવી ફોર્મ્યુલા હેઠળ ભારતીય ક્રૂડ બાસ્કેટને ગેસની કિંમત નક્કી કરવાનો આધાર બનાવવામાં આવશે. ભારતીય ક્રૂડ બાસ્કેટના છેલ્લા એક મહિનાના સરેરાશ ભાવને બહાર કાઢવામાં આવશે. કુદરતી ગેસની કિંમત તેના 10% જેટલી જ રાખવામાં આવશે. સરકાર કિંમતો પર મર્યાદા મૂકશે જે બે વર્ષ માટે રહેશે.
ગેસ ઉત્પાદકને થતા નુકસાનને બચાવવા માટે નીચલી મર્યાદા $4 રાખવામાં આવી છે, જ્યારે ગ્રાહકોને રાહત આપવા માટે, ઉપલી મર્યાદા $6.5 રાખવામાં આવી છે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.