ગેસની ફ્લેમ પર સીધી રોટલી શેકો છો તો એકવાર આ જરૂરથી વાંચો, તેનાથી થતા નુકસાન જાણી ચોંકી ઉઠશો
નમસ્તે મિત્રો આપણે ગુજરાતમાં રોટલી ના બને એવું શક્ય જ નથી. આપણી ત્યાં સવાર સાંજ રોટલી થતી હોય છે આપણી મમ્મી , બહેન કે પત્ની ને તમે રોટલી બનાવતા જોયા હશે. જો તે રોટલી ગેસની ફ્લેમ પર શેકે છે તો એકવાર આ જરૂરથી વંચાવજો. કારણ કે ગેસ ના ફ્લેમ પર રોટલી શેકવાના ઘણા નુકસાન સામે આવ્યા તો ચાલો આપણે જાણીએ.પરંતુ જે રોટલીઓ આપણે ખાઈ રહ્યા છીએ શું તે આપણા શરીર માટે ફાયદાકારક છે કે નહીં?
આ વાત કદાચ કોઈને નહીં ખબર હોય પરંતુ જે રોટલીઓ ઘરમાં ગેસની ફ્લેમ પર સીધી શેકવામાં આવે છે.તે આપણને કેટલો ફાયદો કે નુકસાન કરે છે તેના વિશે જાણીએ.રોટલીને ક્રિસ્પી કરવા માટે ઘરની મહિલાઓ તેને સીધી ગેસની ફ્લેમથી શેકી દે છે. તેનાથી રોટલીઓ વધારે શેકાઈ જાય છે અને ક્રિસ્પી પણ બની જાય છે. પરંતુ આ રોટલીઓ તમને કેટલું નુકસાન કરી શકે છે.
તેની કદાચ તમને ખબર નહી હોય. અમે તમને આ રોટલી શેકવાની યોગ્ય રીત વિશે જણાવીએ.જર્નલ એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર રોટલી શેકતી વખતે એર પોલ્યુટેન્ટ નિકળે છે. જેને ડબ્લ્યુએચઓએ હાનીકારક જણાવ્યું છે. આ એરનું નામ કાર્બન મોનોઓક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ છે.
ન્યૂઝીલેન્ડના વૈજ્ઞાનિક ડૉ. પોલ બ્રેટ દ્વારા પ્રકાશિત એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓ ઉતાવળના ચક્કરમાં રોટલીઓની સીધી ફ્લેમ પર શેકવા લાગે છે. તેનાથી કાર્સિનોજેનિક રસાયણનું ઉત્સર્જન થાય છે જે રોટલીની સાથે સાથે તમારા શરીરની અંદર જાય છે. જે તમારા માટે હાનિકારક છે.
જોકે તેમણે એમ પણ લખ્યું છે કે હાલ સંપૂર્ણ રીતે ન કહી શકાય કે સીધી ફ્લેમ પર શેકવામાં આવતી રોટલી સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. હજું તેના પર વધુ રિસર્ચ થઈ રહી છે. પરંતુ હજુ સુધી જે પણ રિસર્ચ થઈ છે તેને જોતા સીધી ફ્લેમ પર શેકેલી રોટલી નુકસાનકારક જ જણાવવામાં આવી છે. માટે ડૉક્ટરોની સલાહ માનીએ તો રોટલીને તવા પર જ રાખીને શેકવી જોઈએ. સાવધાની રાખવામાં જ સમજદારી છે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.