RBIએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો અંગે કર્યો સૌથી મોટો ખુલાસો, ફરી ચાલશે એ જ નોટ ! જાણી લો શું છે સમાચાર
નમસ્તે મિત્રો, દેશભરમાં નોટ વિતરણ બાદ 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ તે સમયે 500 અને 1000 રૂપિયાની નોટો બદલાવી ન હોત તો હવે તમારી પાસે બીજી તક છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) તરફથી સૌથી મોટી માહિતી સામે આવી રહી છે. શું તમારી પાસે હજુ પણ ઘરમાં જૂની નોટો છે? જો હા, તો ચાલો જાણીએ કે શું છે સમગ્ર ઘટના.
હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો એક પત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બદલવાની વાત કહેવામાં આવી છે. વાયરલ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આરબીઆઈએ વિદેશી નાગરિકો માટે ભારતીય ડિમોનેટાઈઝ્ડ ચલણી નોટો બદલવાની સુવિધાને આગળ વધારી એમને સમય આપ્યો છે.
શું છે હકીકત : આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇ ને જ્યારે આ પોસ્ટની તપાસ કરવામાં આવી ત્યારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB ફેક્ટ ચેક)ની ફેક્ટ ચેક ટીમે મામલાની તપાસ કરી અને તેનું સત્ય બહાર લાવ્યું. PIBએ આ વાયરલ પોસ્ટની હકીકત તપાસી છે. PIB ફેક્ટ ચેકે કહ્યું કે, વિદેશી નાગરિકો માટે 500-1000ની જૂની નોટો બદલવાની સુવિધા વધારવાનો દાવો ખોટો છે.
સાથે તેમને આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ દાવા અંગે ટ્વીટ કરીને તેમણે કહ્યું કે વિદેશી નાગરિકો માટે ભારતીય નોટબંધી કરાયેલ ચલણી નોટો બદલવાની સુવિધા 2017માં સમાપ્ત થઈ ગઈ છે. 500 અને 1000ની નોટો બદલવાને લઈને આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી.
તો આવી રીતે હાલમાં સોશિયલ મીડિયા પર સાચા અને ખોટા બંને ન્યૂઝ વાઇરલ થતા રહેતા હોય છે. તમારે હંમેશા બધા જ સમાચાર સાચા માનીને ચાલવાની જરૂર નથી. ક્યારેક આવી ખોટી અફવા પણ સામે આવી જતી હોય છે.PIB ફેકટ ચેક ની ટીમે આ સમાચાર બિલકુલ ખોટા છે એવું સાબિત કરી બતાવ્યું છે. એટલે મિત્રો RBI બેન્ક એ એવો કોઈ પણ આદેશ જારી નથી કર્યો.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.