આ વર્ષે કેવું રહેશે ચોમાસું? દુષ્કાળ પડવાની પણ છે આશંકા! જાણો શું છે આ વર્ષની ચોમાસાની આગાહી
નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું કે આ વર્ષનું ચોમાસુ કેવું રહેશે? આ વખતે દુષ્કાળ પણ પાડવાની વાત છે. તો મિત્રો જોઈએ શું છે ચોમાસાને લઈને આગાહી.આ વખતે ગુજરાતમાં તો ભર ઉનાળામાં પણ કમોસમી વરસાદે પીછો નથી છોડ્યો. ત્યારે હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાઇમેટે આ વખતે કેવો વરસાદ પડશે તે અંગેનું પહેલું અનુમાન આપી દીધું છે.
સ્કાઇમેટ પ્રમાણે, આ વખતે વરસાદ સામાન્યથી ઓછો રહેશે. આ વખતે સામાન્ય વરસાદ થવાની માત્ર 25 ટકા જ સંભવના છે. LPA (LPA: Long Period Average)નું 94 ટકા વરસાદ થવાનું અનુમાન છે. દુષ્કાળની પણ 20 ટકા સંભાવના છે. હકીકતમાં લા નીના પુરૂં થઇ ચૂક્યુ છે અને આગામી દિવસોમાં અલ નીનોને કારણે વરસાદ નબળું રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, આ વખતે ચોમાસા પર અલ નીનોનો ખતરો તોળાઈ રહ્યો છે. જેના કારણે વરસાદ સામાન્ય કરતા ઘણો નબળો રહી શકે છે. આ સાથે એમ પણ જણાવ્યુ કે, દેશને દુષ્કાળનો સામનો પણ કરવો પડી શકે છે. વધુ પડતી ગરમીને કારણે પાક પર પણ ખરાબ અસર થવાની સંભાવના છે.
જ્યારે પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની ઉપરની સપાટી ગરમ હોય છે ત્યારે અલ નીનોની અસર જોવા મળે છે. તેની અસર દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર પડે છે. એવો અંદાજ છે કે, મે-જુલાઈ વચ્ચે અલ નીનોની અસર પાછી આવી શકે છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં ચોમાસું પણ સંપૂર્ણપણે સક્રિય થાય છે.
નોંધનીય છે કે સ્કાયમેટે એવી પણ આગાહી કરી છે કે, અલ નીનોના કારણે દુષ્કાળની સંભાવના છે. જોકે, તેઓ જણાવે છે કે, દુષ્કાળની માત્ર 20% શક્યતા છે. અલ નીનોની અસરને કારણે ઉનાળામાં ઓછો વરસાદ પડે છે. પરંતુ આ ચોક્કસ નથી, કારણ કે મજબૂત અલ નીનો હોવા છતાં 1997માં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે 2004માં નબળા અલ નીનો હોવા છતાં ગંભીર દુષ્કાળ પડ્યો હતો.
મહત્વનું છે કે સ્કાયમેટની આગાહી પ્રમાણે આખા દેશ માટે સારા સમાચાર નથી. ખાસ કરીને ખેતીના સંદર્ભમાં તો નથી. આ વખતે ચોમાસામાં ઓછો વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ચોમાસાની મોસમ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. ગયા વર્ષે આ સમયમાં સારો વરસાદ પડ્યો હતો. આમ છતાં દેશનો 17% વિસ્તાર દુષ્કાળની ઝપેટમાં રહ્યો.
ગયા વર્ષે જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો હતો તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યો હતા.આ વર્ષ અલ-નીનોનું હોઈ શકે છે. મતલબ કે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.