ભરઉનાળે દક્ષિણ ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ બન્યો! હવામાન વિભાગે આગામી દિવસો માટે કરી જોરદાર આગાહી
નમસ્તે મિત્રો, વરસાદ વિષે મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. જેમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે, રાજ્યના દક્ષિણ ભાગમાં કેટલા વિસ્તારોમાં જાણે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ ભર ઉનાળે સર્જાયો હતો. જેમાં આજે તમને જણાવીશું આજે હવામાન વિભાગ તરફથી મહત્વની આગાહી કરવામાં આવી છે.
મહત્વનું છે કે ચોમાસા જેવી સ્થિતિ સર્જાવાના કારણે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. મંગળવારે નવસારી, કચ્છ, તાપી, સુરત સહિતના ભાગોમાં વરસાદ નોંધાયો હતો. સુરતના કામરેજના ડુંગર ચીખલી ગામે તથા બારડોલીના બાબલા ગામે વીજળી પડવાની ઘટનામાં બે મોત પણ નોંધાયા છે. મહારાષ્ટ્ર તથા રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરની ગુજરાત પર પડી રહી છે.
હવામાન વિભાગ દ્વારા મંગળવારે વીજળીના કડાકા-ભડાકા તથા ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને તે પ્રમાણે રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદી માહોલ બન્યો હતો. જોકે, આજે હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે ભારે વરસાદ થવાની આગાહી સાથે ખેડૂતોને નુકસાન થવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે આજથી આગામી ચાર દિવસ સુધી હવામાન સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને ગરમીમાં એકાદ ડિગ્રીનો ફેરફાર થવાની સંભાવના પણ હવામાન વિભાગે મંગળવારે વ્યક્ત કરી હતી. આગામી દિવસોમાં કેવી ગરમી રહેશે તે અંગે પણ અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, હીટવેવની કોઈ સંભાવના નથી, ઘણાં ભાગોમાં સામાન્ય તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. તેમણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. મંગળવારે રાજ્યમાં અમદાવાદ સહિત અમરેલી, રાજકોટ, ગાંધીનગર અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યા હતા. અહીં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો હતો. આજે પણ તાપમાન આ પ્રમાણે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેજ પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા ડૉ. મોહંતી દ્વારા મંગળવારે વ્યક્ત કરવામાં આવી હતી. અગાઉ અંબાલાલ દ્વારા પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. ગરમીનું પ્રમાણ વધતા હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે. જેમાં તેમણે બહાર નીકળતી વખતે માથું ઢંકાયેલું રહે અને સુતરાઉ ખુલ્લા કપડા પહેરવાની સલાહ આપી છે. પાણી વધારે પીવાની પણ સલાહ આપવામાં આવી હતી.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.