આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે નહિ, પણ દરેક રાશિને કરશે અસર - Jan Avaj News

આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, ભારતમાં દેખાશે નહિ, પણ દરેક રાશિને કરશે અસર

નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું આ વર્ષનું સૌથી પહેલું સૂર્યગ્રહણ વિશે. 22 એપ્રિલે ગુરુ મેષ રાશિમાં પ્રવેશતા જ ચાંડાલ યોગ શરૂ થશે અને એ જ પખવાડિયામાં થતાં બે ગ્રહણ આગામી સમયને વિશેષ સમજવા જેવો બનાવી રહ્યા છે. સૂર્યગ્રહણ મેષમાં જ્યાં સૂર્ય ઉચ્ચનો છે ત્યાં બને છે. મહત્વનું છે કે 20 એપ્રિલ 2023 ને ગુરુવારે ખગ્રાસ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે.

આ સૂર્યગ્રહણ અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિમાં થઈ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી, માટે પાળવાનું નથી. તો આ સૂર્યગ્રહણ કઈ કઈ રાશિને કેવી રીતે અસર કરે છે એ આગળ જાણીએ.વળી એના પછી બુદ્ધ પૂર્ણિમા, 5 મે, 2023 ને શુક્રવારે તુલા રાશિને સ્વાતિ નક્ષત્રમાં છાયા ચંદ્રગ્રહણ થવાનું છે. આ ગ્રહણ પણ ભારતમાં દેખાવાનું નથી. તેથી પાળવાનું રહેતું નથી.

22 એપ્રિલે ગુરુ મહારાજ મેષ રાશિમાં પ્રવેશતા જ ચાંડાલ યોગ શરૂ થશે અને એ જ પખવાડિયામાં થતાં બે ગ્રહણ આગામી સમયને વિશેષ સમજવા જેવો બનાવી રહ્યા છે. વળી સૂર્યગ્રહણ મેષમાં જ્યાં સૂર્ય ઉચ્ચનો છે ત્યાં બને છે સૂર્ય રાહુ સાથે આવવાથી આ ગ્રહણ થાય છે જેમાં બે દેશ વચ્ચે વધુ અંટસ પડતી જોવા મળે અને સેનાની કાર્યવાહીઓ તેજ થતી જોવા મળે. ઘણી જગ્યાએ આંતરવિગ્રહ પણ સપાટી પર આવતો જોવા મળે.

ઘણા દેશોએ તેની લશ્કરી તાકાત પર અંકુશ રાખવો પડે અન્યથા તેનો દુરુપયોગ થઈ શકે છે. આ સમયમાં આતંકી ગતિવિધિ તેજ થતી જોવા મળે. ગુરુ-રાહુ યુતિ અશ્વિની નક્ષત્રમાં બનશે. અશ્વિની નક્ષત્ર ઔષધિનું નક્ષત્ર છે માટે આ સમયમાં નવી દવાઓની શોધ થતી જોવા મળે. એક પખવાડિયામાં આવી રહેલાં બે ગ્રહણની રાશિ મુજબ અસર જોઈએ તો:

મેષ રાશિ : ખૂબ દોડધામ રહે. તમારી જાત માટે સમય કાઢવો મુશ્કેલ બને, સામાજિક અને જાહેરજીવનમાં અંતરાયો આવતા રહે, કેટલાંક કાર્યમાં વિલંબ થાય અને ધાર્યાં કામ પાર ન પડે, સમય મધ્યમ રહે.

વૃષભ રાશિ : આ સમયમાં ખર્ચનું પ્રમાણ વધતું જોવા મળે, હિતશત્રુઓ તમારી પ્રતિભાને ઝાંખપ લગાવવા પ્રયત્ન કરે. રોગ, ઋણ અને શત્રુ આ સમયમાં હાવી થતા હોય તેવું લાગે અને તેવું થઈ પણ શકે. આ માટે દરરોજ સવારે ધ્યાન કરવાથી લાભ થાય.

મિથુન રાશિ : લાગણીમાં આવી નિર્ણયો કરશો તો પ્રશ્ન ઉપસ્થિત થતા રહેશે, વધુ પડતા વિશ્વાસે ન ચાલવા સલાહ છે, તમે જે પ્રવૃત્તિમાં આગળ વધો તેનું અગાઉથી યોગ્ય આયોજન કરવું આ સમયમાં જરૂરી બનશે, કેમ કે કેટલીક રુકાવટો આવી શકે છે.

કર્ક રાશિ : નોકરિયાત વર્ગને થોડી પરેશાનીઓનો અનુભવ થાય, વેપારીમિત્રોને પણ આ સમય મધ્યમ રહે, સ્ત્રીવર્ગને થોડો કષ્ટસાધ્ય ગણી શકાય. જ્યારે વિદ્યાર્થીઓને સમય સાથ આપતો જણાય. વિદેશગમન ઇચ્છતા મિત્રોને સફળતાની શરૂઆત થાય.

સિંહ રાશિ : ભાગ્યનાં દ્વાર ખોલવા માટે આ ગ્રહણના પખવાડિયામાં સૂર્યપૂજા તમારા માટે મહત્ત્વની બની રહેશે, નવાં કાર્યમાં થોડી ધીરજ રાખવી પડશે, વડીલોની સલાહથી આગળ વધવું હિતાવહ રહેશે, બહુ ઉતાવળે નિર્ણય ન કરવા સલાહ છે.

કન્યા રાશિ : આર્થિક બાબતોમાં સમજીને નિર્ણય લેવા જેવો સમય છે, આ સમયમાં કેટલીક લેવડદેવડ તમારા માટે પાઠરૂપ સાબિત થશે જે તમારા જીવનમાં મહત્ત્વના ફેરફાર અને પરિવર્તન લાવનારા બનશે, નવા સમય માટે તૈયાર રહો.

તુલા રાશિ : તમારા વ્યક્તિત્વમાં મહત્ત્વના સુધારા નોંધી શકશો, તમારા વ્યવહારમાં પણ પરિવર્તન જોવા મળશે, મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકશો, દાંપત્યજીવનમાં સંભાળીને ચાલવું પડે, જાહેરજીવન મધ્યમ રહે.

વૃશ્ચિક રાશિ : શત્રુ પર વિજય મેળવી શકશો, કોર્ટ-કચેરીમાં પ્રશ્નો હશે તો તમારી તરફેણ થઇ શકે છે, આ માટે તમારે કેટલીક કિંમત ચૂકવવી પડશે. વળી બિનજરૂરી લોન ન લેવા સલાહ છે અને લાઈફસ્ટાઈલમાં મહત્ત્વના સુધારા કરવા જરૂરી બનશે.

ધન રાશિ : પ્રણયમાર્ગે આગળ વધી શકશો, પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય, પરંતુ જીવનમાં અગાઉ આવેલા સારા મિત્રો દૂર થતા જોવા મળશે જેનો અફસોસ રહેશે. તમારે જીવનમાં એક નવી ઊર્જાની જરૂર પડશે જે મિત્રોથી પ્રાપ્ત કરી શકશો.

મકર રાશિ : આ સમયમાં પ્રોપર્ટી કે વિલ વારસા બાબતે કોઈ ઉતાવળિયા નિર્ણય ન લેવા સલાહ છે. એકંદરે જમીન-મકાન-વાહનસુખ સારું મળે, પરંતુ નવી વસ્તુની ખરીદી માટે યોગ્ય સમય નથી. મે માસના પ્રથમ સપ્તાહ પછી જરૂરી નિર્ણય લઈ શકો.

કુંભ રાશિ : મુસાફરીના યોગ બનતા જોવા મળશે. વિદેશ જવા ઇચ્છતા મિત્રોને પણ સારા સમાચાર પ્રાપ્ત થાય. ઉચ્ચ અભ્યાસ કરતા મિત્રોને સારું રહે, પોતાના વ્યવસાયમાં કૈંક નવું કરવા ઇચ્છતા હો તો મે માસથી સારો સમય ગણી શકશો.

મીન રાશિ : આ સમયમાં તમારે તમારી યોગ્યતા પુરવાર કરવી પડશે, લોકો તમારી પાસેથી કંઈક નવું ઇચ્છે છે અને ટૂંક સમયમાં એ માટે તમારે તૈયાર થવું પડશે. આ માટે યોગ્ય પ્રતિભા કેળવવાનો સમય પાકી ગયો છે, સમય સાથ આપશે.

Leave a Reply

Your email address will not be published.