ૐ શાંતિ, રમતા રમતા 14 વર્ષના કિશોરનું રહસ્યમય મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદનો માહોલ, પુત્રના અકાળે મોતથી
સુરતના વરાછા વિસ્તારમાં ઘર નજીક રમી રહેલા 14 વર્ષીય કિશોરનું એકાએક બેભાન થઈ ઢળી પડ્યા બાદ મોત નિપજતા લોકોમાં ભય ઉભો થયો છે. સગીર વયના કિશોરનું એકાએક મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સગીરના મોતના પગલે વરાછા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. સગીરના મોત પાછળનું કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યું છે.
જો કે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે. માતા કપડાં સુકવીને ઘરમાં આવી ત્યારે પુત્ર પલંગ પાસે બેભાન મળી આવતા સ્મીમેર ખસેડાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. હૃદયની બીમારીના કારણે તરૂણનું મોત નિપજ્યું હોવાની પોસ્ટમોર્ટમમાં શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.
જયેશ વતનમાં ધોરણ-5માં અભ્યાસ કરી રહ્યો હતો. સુરતમાં આવ્યા બાદ પિતા જયેશની અભ્યાસની ફી ભરી શકતા ન હોવાથી તેને અભ્યાસ છોડી દીધો હતો. જયેશને કોઈ બિમારી ન હતી. વરાછા પોલીસે મૃતકનું પીએમ કરાવ્યું હતું. જે પીએમ રિપોર્ટ દરમિયાન જયેશને હૃદય રોગની બીમારી હોવાનું સામે આવ્યું હતું.
તેનું મોત હૃદયની બીમારીમાં થયું હોવાની શક્યતા તબીબે જણાવી હતી. હાલ મૃતકના મોતનું કારણ જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સચોટ તારણ સામે આવશે. પરિવારજનો તાત્કાલિક જયેશને લઈ સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ જયેશને મૃત જાહેર કર્યો હતો.
પુત્રના મોતના પગલે પરિવારજનો ઘેરાશોકમાં ગરકાવ થઈ ગયો. બનાવની જાણ થતાં વરાછા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. ચૌદ વર્ષીય કિશોરનું એકાએક મોત થતાં સોસાયટીના લોકોમાં પણ ભય ઉભો થયો હતો. સગીરનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે, પરતું મોતનું સચોટ કારણ જાણવા હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની વાટ જોવાઇ રહી છે.
જે રિપોર્ટ આવ્યા બાદ જ સગીરના મોતનું સાચું કારણ બહાર આવશે.આ માટે જરૂરી સેમ્પલો પણ લેવામાં આવ્યા છે. જે સેમ્પલ તપાસ અર્થે લેબ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. મૃતક અરુણભાઈ ગાંધીને સંતાનમાં એક દીકરી અને દીકરો છે.જેમાં 14 વર્ષીય જયેશનું એકાએક મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ટેમ્પો ચલાવી પત્ની અને બે સંતાનોનું ગુજરાન ચલાવતા અરુણ ગાંધી પુત્રના અકાળે મોતથી શોકમગ્ન થઈ ગયા છે. પુત્રને કોઈ પણ જાતની બીમારી નહોતી, છતાં અચાનક મોત નિપજતા પરિવાર પણ શોકાતુર બન્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા રોડ પર આવેલા સુરભી એપાર્ટમેન્ટ પાસે અંકુર સોસાયટીમાં અરૂણભાઈ ગાંધી પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની એક પુત્ર અને એક પુત્રી છે. ટેમ્પો ડ્રાઇવર તરીકે કામ કરીને પરિવારનું ભરણપોષણ કરે છે.
નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.