મુસાફરોથી ભરેલો આખો છકડો પુલની દીવાલ તોડી 25 ફૂટ નીચે ખાબક્યો ,મુસાફરોના મોતની ચીચીયારીથી ગુંજી ઉઠ્યું ચારેકોર - Jan Avaj News

મુસાફરોથી ભરેલો આખો છકડો પુલની દીવાલ તોડી 25 ફૂટ નીચે ખાબક્યો ,મુસાફરોના મોતની ચીચીયારીથી ગુંજી ઉઠ્યું ચારેકોર

નમસ્તે મિત્રો, એક એવી ઘટના સામે આવી છે કે જેમાં પુલ તોડીને મુસાફરોથી ભરેલો છકડો 25 ફૂટ નીચે ખાબક્યો જેમાં ઘણાં ઘાયલ થયા અને ત્રણ લોકોના મૃત્યુ પણ થયા છે. તો શું છે સમગ્ર ઘટના ચાલો આપણે જોઈએ. દેવભૂમિ દ્વારકા માંથી અકસ્માત ના ધ્રુજાવી દેતા સમાચાર સામે આવ્યા છે. દ્વારકાના રોજાવાળા પાસે એક ગંભીર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે.

આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થયા હતા. ઘટનાની વિગતવાર વાત કરીએ તો, જામનગરના જામજોધપુરના એક ગામથી છકડો દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના જામરોજીવાળા ગામે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક રસ્તામાં જ મુસાફરોથી ભરેલો છકડો બેકાબૂ થયો હતો અને 25 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ખાબક્યો હતો.

મહત્વનું છે કે ઘટના અંગે જાણવા મળ્યું છે કે, એક ડઝનથી વધારે મુસાફરો ભરેલો છકડો પુલ પરથી નીચે પડતા અફરાતફરી ફરી મચી ગઈ હતી, અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ સમગ્ર ઘટના બાદ ચારેબાજુ ચકચાર મચી ગઈ હતી.

અકસ્માત થતા જ, પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાની જાણકારી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા હતા. સાથે જ આઠથી વધારે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

નોંધનીય છે કે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર અર્થે જામનગર અને ખંભાળિયાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

પોલીસે અકસ્માતને પગલે જણાવ્યું હતું કે, મુસાફરોથી ભરેલો આ છકડો ફૂલની દીવાલ તોડીને લગભગ 25 ફૂટની ઊંચાઈથી નીચે ખાબક્યો હતો. જેના કારણે ઘટના સ્થળ મોતની સિચારીઓથી ધ્રુજી ઉઠ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.