ટોપ ન્યૂઝ

બજેટમાં મોટું એલાન : ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ સામાન્ય લોકો માટે 15 મોટી જાહેરાત

મોટું એલાન – નવી યોજનાની જાહેરાત -બજેટમાં યોજનાનો વરસાદ ,વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

નમો લક્ષ્મી યોજનાની જાહેરાત : સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર રુપિયા તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 250 હજારની સહાય મળવાપાત્ર થશે.

નમો સરસ્વતી યોજનાની જાહેરાત : વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ 25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે.

8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો : ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી.

નમો શ્રી યોજનાની જાહેરાત : સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે 750 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

જનરક્ષક યોજનાની કરાઈ જાહેરાત : ગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નમ્બર રાખવાની જાહેરાત કરવામાં આવી. 112 નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. યોજના હેઠળ 1100 જન રક્ષક વાહનોનું માળખું ગોઠવાશે.

મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા 1309 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે 993 કરોડની જોગવાઈ

સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંકના મકાનો પર OPEX મોડલ હેઠળ 40 મેગાવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે 100કરોડની જોગવાઈ

ગ્રામ પંચાયતોમાં સુધારેલી સ્મશાનભઠ્ઠી સ્થાપવાની યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ

બેટરી ઓપરેટેડ વાહનોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિદ્યાર્થીઓને દ્વિચક્રી વાહનો ખરીદવાની સહાય માટે 9 કરોડની જોગવાઈ

અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક ૩૦૦ બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ.

યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે 60 કરોડની જોગવાઇ.

એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૩૧૯ નવી એમ્બ્યુલન્સ માટે 76 કરોડની જોગવાઇ.

મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે 2308 કરોડની જોગવાઇ.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જોડાયેલી ૨૫૩૧ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે 3110 કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડની જોગવાઈ.

જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે 270 કરોડની જોગવાઈ

નવી બસો ખરીદવા માટે 768 કરોડની જોગવાઈ

ઈ-વ્હિકલ સબસીડીઆપવા 218 કરોડની જોગવાઈ

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *