ટોપ ન્યૂઝ

હેલ્થ ઈન્શ્યોરન્સ માટે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય: કોઈ પણ હોસ્પિટલમાં મળશે આ સુવિધા

હેલ્થ ઈંશ્યોરેન્સ ખરીદનારાઓ માટે આજે ક્રાંતિકારી દિવસ છે. જનરલ ઈંશ્યોરેંસ કાઉંસિલે ગ્રાહકોનાં હિસમાં મોટો નિર્ણય લીધો છે કે હવેથી કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મળી શકે. અત્યારે જ જાણી લેજો નિયમો.હેલ્થ ઈંશ્યોરેન્સ ખરીદનારાઓ માટે મોટો દિવસ કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મેળવી શકાશે. વીમા કંપનીનાં નેટવર્કમાં ન હોય તેવી હોસ્પિટલમાં પણ ઈલાજ શક્ય

હેલ્થ ઈંશ્યોરેંસ પોલિસી ખરીદનારાઓ માટે આજે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા મળી શકશે. પછી તે હોસ્પિટલ ઈંશ્યોરેંસ કંપનીની લિસ્ટમાં હોય કે ન હોય. જનરલ ઈંશ્યોરેંસ કાઉંસિલે પોલિસી હોલ્ડર્સનાં હિતમાં આ નિર્ણય લીધો છે. કાઉંસિલે જનરલ અને હેલ્થ ઈંશ્યોરેંસ કંપનીઓની સાથે વાતચીત બાદ CASHLESS EVERYWHERE ઝૂંબેશ શરૂ કરી છે.

જેમાં દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા આપવા પર સહમતિ અપાઈ છે.હજુ સુધી હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર એ જ હોસ્પિટલમાં કેશલેસ ઈલાજની સુવિધા લઈ શકતાં હતાં જે વીમા કંપનીનાં નેટવર્કમાં સામેલ છે.

જો કોઈ હોસ્પિટલ કંપનીનાં નેટવર્કમાં સામેલ નથી તો તેને ત્યાં ઈલાજ કરાવવા પર બધા જ પૈસાની ચૂકવણી પોતે કરવી પડતી હતી અને પાછળથી તે વીમા કંપનીની સામે રીમબર્શમેંટ કરી શકતો હતો. તેમાં મુશ્કેલી એ હતી કે જો વ્યક્તિની પાસે ઈલાજ માટે પૈસા નથી તો તેને આ વીમાનો ફાયદો પણ નહોતો મળતો.

શું છે નવા નિયમો?

કેશલેસ એવરીવેર ઝૂંબેશ અંતર્ગત વીમાધારક એ હોસ્પિટલમાં પણ કેશલેસ ઈલાજ કરી શકશે જે કંપનીનાં નેટવર્કમાં સામેલ નથી. તમારી વીમા કંપની એ વાત માટે બંધાયેલી રહેશે કે તે કોઈપણ હોસ્પિટલમાં તમારા ઈલાજ માટે ચૂકવણી કરે પછી તે હોસ્પિટલ તેમના નેટવર્કમાં આવતી હોય કે ન આવતી હોય.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

જો આવી કોઈ હોસ્પિટલમાં ઈલાજ કરાવવો છે જે કંપનીનાં નેટવર્કમાં નથી તો તેના 48 કલાક પહેલા વીમા કંપનીને આ અંગે જાણકારી આપવી પડશે.
જો કોઈ ઈમરજેન્સીમાં ઈલાજ કરાવવો હોય તો આવી સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી થયાનાં 48 કલાકની અંદર તમારી વીમા કંપનીને તમારે જાણકારી આપવી પડશે.

કેશલેસ ઈલાજની સુવિધા કંપનીની તરફથી આપવામાં આવેલ પોલિસીમાં લખવામાં આવેલ નિયમો અનુસાર થશે. નવા નિયમની જૂના નિયમો પર કોઈ અસર થશે નહીં.15 થી વધુ બેડની સુવિધા ધરાવતી અને સ્ટેટ હેલ્થ ઓથોરિટીમાં નોંધાયેલ હોય તેવી હોસ્પિટલોમાં કેશલેસ સારવારની સુવિધા મેળવી શકાશે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *