ટોપ ન્યૂઝ

કેજરીવાલ થઇ શકે છે ધરપકડ, શું છે સમગ્ર મામલો જાણો અહીં

કેજરીવાલની ધરપકડની આશંકા વચ્ચે પોલીસે ઘરના ચારે તરફના રસ્તા બંધ કર્યા, CM હાઉસના સ્ટાફને પણ રોકવામાં આવ્યો છે. હાલમાં જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ અરવિંદ કેજરીવાલની ધરપકડની આશંકા આમ આદમી પાર્ટીના નેતાઓએ વ્યક્ત કરી છે. આ વચ્ચે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે ચારે તરફના રસ્તા બંધ કરી દીધા છે. CM હાઉસના સ્ટાફને પણ રોકવામાં આવ્યો છે.

કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા વધારવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડની આશંકા વચ્ચે તેમના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ના તો કોઇ મુખ્યમંત્રી હાઉસની બહાર આવી શકે છે અને ના તો કોઇ અંદર જઇ શકે છે.

સાથે જ સીએમ હાઉસ જતા રસ્તા પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, તમામ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી આવાસના સ્ટાફને પણ રોકવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ કેજરીવાલના ઘરે રેડ કરશે એવા સંકેત હાલ મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને EDએ બુધવારે ત્રીજી નોટિસ મોકલી હતી જેમાં પહેલા 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે પણ દિલ્હીના મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, તેમણે ED સામે હાજર થવાનો ઇનકાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ બુધવારે કહ્યુ કે તપાસ એજન્સી આજે સવારે અરવિંદ કેજરીવાલના ઘરે રેડ કરશે તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *