રાશિફળ

રાશિફળ 04 જાન્યુઆરીઃ આજે દિવસે બનશે ખાસ પંચમ યોગ, જે આ 4 રાશિના લોકો પર વરસાવશે ધનના આશીર્વાદ

આજે પંચમ યોગ, લક્ષ્મી નારાયણ યોગ અને હસ્ત નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે. જેનો લાભ ચાર રાશિને મળશે. આ જાતકોની યોજનાઓ સફળ થશે અને વિદેશ જવાના અવસર પણ પ્રાપ્ત થશે.

ગુરૂવારનો દિવસ ભાગ્ય અને ધનના કારક ગ્રહ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આજે 4 જાન્યુઆરી ગુરૂવારે ગુરૂ અને સૂર્ય એકબીજાંથી નવમા અને પાંચમા ભાવમાં રહેશે, જેનાથી ગુરૂ-સૂર્યના નવપંચમ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. પોષ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ ચંદ્રનો સંચાર કન્યા ઉપરાંત તુલા રાશિ પર રહેશે.અહીં આપણે જાણીએ કે 4 જાન્યુઆરી, ગુરૂવારનો દિવસ મેષથી લઇ મીન રાશિ માટે કેવો રહેશે?

​મેષ રાશિફળ : આજે ભાવનાત્મક રીતે મેષ રાશિના જાતકો થોડાં પરેશાન રહી શકે છે, કાર્યક્ષેત્રે સહકર્મીઓ સાથે વિવાદ સંભવ છે. સંપત્તિ સાથે જોડાયેલા મામલાઓને સાવધાનીથી ઉકેલવાના પ્રયાસ કરો. સ્વાસ્થ્યમાં સુધાર જણાશે છતાં મોસમી બીમારીઓથી સતર્ક રહો. યાત્રા કરતી વખતે સાવધાન રહો. આજે ભાગ્ય 95 ટકા તમારાં પક્ષમાં રહેશે. શિવ જાપ માળાનો પાઠ કરો.

​વૃષભ રાશિફળ : આજે જીવનમાં અનપેક્ષિત ઘટનાઓ બની શકે છે, વિદેશમાં કારોબાર કરતાં જાતકોને વ્યાવસાયિક ગતિવિધિમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. આવક યથાવત્ રહેશે. તમારી સંપત્તિ વધારવા માટે નવા વ્યવસાયની શરૂઆત કરી શકો છો. દિવસ મિશ્રિત પરિણામ લઇને આવશે. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગણેશ ભગવાનને લાડુનો ભોગ ધરાવો.

​મિથુન રાશિફળ : વેપારમાં આજે લાભનો દિવસ છે, કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. પ્રેમ સંબંધમાં સાંજના સમયે પાર્ટનર સાથે સમય પસાર કરી શકશો. સહકર્મીઓ સાથે મળીને કામ કરવાથી સારાં પરિણામ મળશે. વરિષ્ઠ અધિકારીઓ તમારાં પક્ષમાં રહેશે. આજે ભાગ્ય 83 ટકા તમારાં પક્ષમાં રહેશે. અન્નદાન કરો.

​કર્ક રાશિફળ : આજે દિવસ અનુકૂળ રહેશે, કાર્યક્ષેત્રે ઉત્તમ પરિણામ મળશે. ભાગ્યનો સાથ મળશે અને પારિવારિક જીવન સુખમય રહેશે.પ્રેમ સંબંધમાં કેટલાંક ભાવનાત્મક મુદ્દા પરેશાન કરી શકે છે. કેટલાંક પ્રભાવશાળી સંપર્ક સ્થાપિત કરશો. મહિનાના અંતે વિદેશ યાત્રા સંભવ છે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પાર્વતીની પૂજા કરો.

​સિંહ રાશિફળ : આજે દિવસ ઉતાર-ચઢાવભર્યો રહેશે, બપોર સુધી સ્થિતિ પ્રતિકૂળ રહેશે. ભાગ્યનો સાથ મળશે. દામ્પત્ય જીવનમાં સુધાર આવશે. કાર્યક્ષેત્રે વધારે મહેનત કરવાની આવશ્યકતા છે. લંબિત કાર્યો પૂર્ણ કરવાના સક્ષમ રહેશો. અચાનક યાત્રાાન યોગ બની રહ્યા છે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.

​કન્યા રાશિફળ : પ્રેમ સંબંધમાં બપોર બાદ કેટલીક પરેશાનીઓ રહી શકે છે, કેટલાંક મુદ્દાને લઇ સંબંધમાં તણાવ રહી શકે છે. ઓફિસમાં સારું કામ કરશો, જેનાથી થોડી શાંતિ મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કન્યા રાશિના જાતકો જો પરિક્ષા કે પ્રતિયોગિતાના માધ્યમથી નોકરીની શોધમાં છે, તેઓને સફળતા મળશે. આજે ભાગ્ય 71 ટકા તમારાં પક્ષમાં પક્ષમાં રહેશે. ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટાથી અર્ધ્ય આપો.

​તુલા રાશિફળ : આજે દિવસની શરૂઆત થોડી કમજોર રહેશે, સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. કાર્યક્ષેત્રે દિવસ અનુકૂળ રહેશે, કોઇ સારી સફળતા મળી શકે છે. સમાજમાં પ્રસિદ્ધિમાં વધારો થશે. પ્રેમ વિવાહ માટે પરિવાર તરફથી મંજૂરી મળી શકે છે. આજે ભાગ્ય 94 ટકા તમારાં પક્ષમાં રહેશે. સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શંકરને અર્ધ્ય આપો.

વૃશ્ચિક રાશિફળ : આજે બપોર બાદ ભાગ્ય તમારો સાથ આપશે, પ્રયાસો બાદ સફળતા મળશે. પરિવારમાં કોઇ મોટાં આયોજનની યોજના બની શકે છે. વિરોધીઓથી સતર્ક રહો. બિઝનેસમાં રોકાણ કરવા અથવા નવા કામની શરૂઆત માટે સારો સમય છે. આજે ભાગ્ય 77 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુને બેસનના લાડુનો પ્રસાદ ચઢાવો.

ધન રાશિફળ : આજે માતાના સ્વાસ્થ્યમાં સુધાર આવશે. તમારાં સાહસના બળે પડકારોને મ્હાત આપી આગળ વધશો. દિનચર્યાના કારણે થાકનો અનુભવ થઇ શકે છે. યાત્રા માટે આજે દિવસ અનુકૂળ નથી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે ભાગ્ય 79 ટકા તમારાં પક્ષમાં રહેશે. પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય આપો.

​મકર રાશિફળ : આજે જીવનસાથી તરફથી કોઇ શુભ સમાચાર મળશે, આવકમાં વૃદ્ધિ થશે. જો કે, ખર્ચ પણ થશે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ આવશે, કાર્યક્ષેત્રે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહેશો. આધ્યાત્મિક અન્વેષણ માટે તત્પર રહેશો. આજે ભાગ્ય 83 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો.

​કુંભ રાશિફળ : આર્થિક દ્રષ્ટીએ આજે દિવસ સારો રહેશે, ભાઇ બહેનોની સાથે સારો સમય પસાર કરશો. ભાગ્યમાં વૃદ્ધિ થશે, ખર્ચ નિયંત્રણમાં કરશો. વરિષ્ઠ અધિકારીઓ સાથે કામકાજને લગતી સલાહ મળી શકે છે, જેનો ઉચિત લાભ પણ મળશે. આજે ભાગ્ય 80 ટકા તમારાં પક્ષમાં રહેશે. કૃષ્ણ ભગવાનને માખણ -મિશ્રીને ભોગ લગાવો.

મીન રાશિફળ : આજે ભાગ્યનો સાથ મળતા બગડતા કામ બનશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. બિઝનેસમાં સફળતા મળશે, વાણી પર સંયમ રાખો. પારિવારિક જીવન સારું રહેશે અને દામ્પત્ય જીવન સામાન્ય રહેશે. વેપારમાં વિસ્તાર સંભવ છે. આજે ભાગ્ય 66 ટકા તમારાં પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *