રાશિફળ

નવરાત્રી ના દિવસોમાં આ 4 રાશિ પર થશે ધનનો વરસાદ, જાણો તમારી રાશિ

તુલા રાશિમાં હાલ મંગળ ગ્રહ ગોચર કરી રહ્યો છે. ચંગ્ર અને મંગળની યુતિથી લક્ષ્મી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યારે કન્યા રાશિમાં બુધ અને સૂર્ય વિરાજમાન હોવાથી બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. તુલા રાશિમાં હાલ મંગળ ગ્રહ ગોચર કરી રહ્યો છે. ચંગ્ર અને મંગળની યુતિથી લક્ષ્મી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યારે કન્યા રાશિમાં બુધ અને સૂર્ય વિરાજમાન હોવાથી બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે.

સાથે જ આજે શરદ નવરાત્રીનો ત્રીજો દિવસ ઉપરાંત રવિ યોગ, પ્રીતિ યોગ, આયુષ્યમાન યોગ અને વિશાખા નક્ષત્રનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ શુભ યોગમાં કરવામાં આવેલા કાર્ય ધન ધાન્યથી પૂર્ણ થાય છે અને સન્માનમાં વૃદ્ધિ થાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર, ગ્રહો અને શુભ યોગના પ્રભાવથી આજે મંગળવારનો દિવસ 5 રાશિના જાતકો માટે અત્યંત શુભ ફળદાયી રહેશે. આ રાશિઓની બુદ્ધિ અને વિવેકમાં વૃદ્ધિ થશે અને પારિવારિક સભ્યોની ઉન્નતિ પણ થશે.

મેષ રાશિ : આજે તમારાં અધુરાં કાર્યો પૂર્ણ કરવાની ઉતાવળ રહેશે, ધ્યાન રાખો કે ઉતાવળે કોઇ કામ બગડી ના જાય. આર્થિક લાભની ઇચ્છા ફળીભૂત થશે, પરંતુ આશા કરતા ઓછી. નોકરીયાત વર્ગને આજે મહત્વપૂર્ણ કામથી લાંબી રજાઓ લેવાનો યોગ બનશે. ધાર્મિક ગતિવિધિઓમાં વિશેષ રૂચિ વધશે. અવિવાહિત જાતકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. આજે ભાગ્ય 86 ટકા તમારાં પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો.

વૃષભ રાશિ : આજે દિવસ વ્યસ્તતાપૂર્ણ રહેશે, શારિરીક થાક હોવા છતાં પણ વ્યસ્ત રહેવાના કારણે તમારાં સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. ધન સંબંધિત કાર્ય જોડ-તોડ નીતિથી પૂરાં થસે. વિદ્યાર્થીઓ બપોર સુધી પોતાના અભ્યાસ પ્રત્યે ગંભીર રહેશે. ઘર અથવા કાર્ય ક્ષેત્રે નાની અમથી ભૂલથી મોટું નુકસાન થવાની સંભાવના છે, તેથી સતર્ક રહો. મહિલાઓને ઘરેલુ શાંતિ અગાઉ કડવા અનુભવો થઇ શકે છે. આજે ભાગ્ય 99 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીપળના વૃક્ષની નીચે દીપ પ્રગટાવો.

મિથુન રાશિ : આજનો દિવસ આશા કરતા વધુ લાભદાયક રહેશે. ઘર અને બહાર આશ્ચર્યજનક ઘટનાઓ ઘટશે. તમને એવા સ્થળેથી પણ લાભ મળશે જ્યાં નુકસાનની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં શરૂઆતમાં થોડી પરેશાની રહી શકે છે, બાદમાં સ્થિતિ અનુકૂળ બનશે, આજે એકસાથે અનેક સ્ત્રોતથી આર્થિક લાભ મળશે. વિરોધીઓ પણ કાર્યકુશળતાની પ્રશંસા કરશે. સામાજિક ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થશે. સ્વાસ્થ્યને નજરઅંદાજ ના કરો. આજે ભાગ્ય 81 ટકા તમારાં પક્ષમાં રહેશે. શિવલિંગ પર દૂધ ચઢાવો.

કર્ક રાશિ : આજનો દિવસ સવારથી કાર્યમાં શારિરીક અથવા માનસિક અસમર્થતા જણાશે. તમારું મન એકસાથે બે વિષયો વચ્ચે અસમંજસમાં રહેશે, વારંવાર પ્રયાસો છતાં નિરાશા છવાયેલી રહેશે. જો ધાર્મિક ગતિવિધિઓમાં આસ્થા છે તો પૂજા પાઠ દરમિયાન પણ તમારું ધ્યાન અન્ય ચીજો તરફ ભટકી શકે છે. કામકાજથી આર્થિક લાભ મળવાની શક્યતાઓ છે. આજે ભાગ્ય 83 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા પિતાના આશીર્વાદ લો.

સિંહ રાશિ : આજનો દિવસ જૂની મહેનતનું ફળ મળશે, વ્યવહારિકતાથી બનાવેલા સંબંધોથી લાભની સંભાવના છે. બપોર બાદ વેપારમાં પ્રચૂર લાભ મળશે, જો કે કોઇ નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું ટાળો, નહીં તો અડચણો આવી શકે છે. ઘરેલુ કામકાજમાં વ્યસ્તતા રહેશે. પારિવારિક અને સમાજમાં લોકો તમારી વાણી અને મધુરતાથી પ્રભાવિત થશે. કોઇ ધાર્મિક ક્ષેત્રની યાત્રામાં દાન-પૂણ્યના અવસર મળશે. આજે ભાગ્ય 80 ટકા તમારાં પક્ષમાં રહેશે. પીળી વસ્તુનું દાન કરો.

કન્યા રાશિ : આજે પારિવારિક ક્લેશના કારણે વાતાવરણ તંગ રહેવાની સંભાવના વધુ છે. ભાઇ બહેન અથવા પરિવારના સભ્યો વચ્ચે પણ એકબીજાંના વાણી વર્તનથી ઉગ્ર ચર્ચા થવાની શક્યતાઓ છે. જમીન સંબંધિત કોઇ પણ નિર્ણય કે કામ ઉતાવળ કે ભાવુક બનીને ના કરો. નોકરીયાત વર્ગ આજે પર્યટનના મૂડમાં રહેશે. પાડોશીઓ સાથે સંબંધ બગડવાની આશંકા છે. શક્ય હોય ત્યાં સુધી લાંબી યાત્રાથી બચો. ચોરીની ઘટનાઓ બની શકે છે. આજે ભાગ્ય 61 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાય માતાને લીલું ઘાસ ખવરાવો.

તુલા રાશિ : આજે દરેક યોજનાઓ સરળતાથી ફળીભૂત થશે. તમામ મહત્વપૂર્ણ કાર્યો પણ સમયસર પૂરાં થવાની સંભાવનાઓ છે. કામની વ્યસ્તતાના કારણે ઘરેલુ કામકાજને નજરઅંદાજ કરવાથી પરેશાની રહી શકે છે, પરંતુ આર્થિક લાભથી સંતુષ્ઠિ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આજે ઘરના વડીલો કે અધિકારીઓથી સાવધાન રહો, મતભેદના કારણે ઉગ્ર ચર્ચા થઇ શકે છે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. માતા લક્ષ્મીની પૂજા કરો.

વૃશ્ચિક રાશિ : આજે દિવસનો શરૂઆતનો ભાગ ખાસ નહીં રહે, દૈનિક કાર્યો સામાન્ય ગતિથી ચાલતા રહેશે. કામકાજમાં સમય લાગવાના કારણે કારોબારની ગતિ ધીમી રહેશે. અધૂરા કાર્યો પણ આજે લંબિત થવાની સંભાવનાઓ છે. બપોર બાદ કામ કરતા અન્ય ચીજોમાં રૂચિ લેશો. કોઇને વણમાગી સલાહ આપવાથી બચો. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે, પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.

ધન રાશિ : આજનો દિવસ શાંતિથી પસાર થશે. બિઝનેસમાં મહેનતનું ફળ મોડેથી મળશે, આર્થિક લાભ માટે હજુ રાહ જોવી પડશે. સહકર્મીઓની સાથે વિનમ્રતાથી વર્તાવ કરો. તમારાં વ્યવહારમાં પરિવર્તનથી લોકો આશ્ચર્યચકિત રહેશે. સામાજિક ક્ષેત્રથી આવકના નવા સ્ત્રોત બનશે અને ઉચ્ચ વર્ગના લોકોથી લાભદાયી પરિચય થશે. પારિવારિક જીવનમાં અસમાનતાઓ રહેશે. આજે ભાગય 90 ટકા તમારાં પક્ષમાં રહેશે. માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો.

મકર રાશિ : આજે કોઇ પણ કાર્ય કરવાના પ્રયાસ કરશો, તેમાં કોઇને કોઇ વિલંબ થતો જ રહેશે. આજે સહકર્મીઓ સાથે તમારી વિચારધારા મેળ નહીં થવાથી માહોલ ગરમ રહેશે. આજે મહત્વપૂર્ણ કાર્યમાં રોકાણ ના કરો, નુકસાન થવાની આશંકા છે. આજે ભાગ્ય 93 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.

કુંભ રાશિ : આજનો દિવસ સમાજ તરફથી માન સન્માન મળશે, બિઝનેસ કરતાં જાતકોને મદદ મળવાથી અટકેલા કામ પૂર્ણ થશે, કોઇ નિશ્ચિત સમય પર લેવડ-દેવડથી ધનલાભ પણ થઇ શકે છે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ વધશે. કોઇ માંગલિક અથવા ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશો. આજે ભાગ્ય 66 ટકા તમારાં પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ભેંટ કરો.

મીન રાશિ : આજે આસપાસ અનુકૂળ વાતાવરણ રહેવાથી તમારી દિનચર્યા સુવ્યવસ્થિ રહેશે અને કામ પ્રત્યે ગંભીર રહેશો. બપોરે આસપાસના વાતાવરણ અથવા થાકના કારણે થોડી પરેશાની રહી શકે છે. તમારું કામ કરાવવા માટે લોકોને મનાવવા પડશે. ઘરેલુ જીવન સામાન્ય રૂપથી ચાલશે. આજે ભાગ્ય 69 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની આરાધના કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *