ટોપ ન્યૂઝ

નવરાત્રીના ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર, રંગમાં પડશે ભંગ! સમગ્ર સમાચાર જાણો અહીં

નમસ્તે દોસ્તો, જો તમને નવરાત્રીમાં ગરબા રમવાનો ખુબ જ શોખ છે તો ન્યુઝ આખા વાંચજો કારણ કે તમારા રંગ માં ભંગ પાડવાનો છે. આ વખતે તિથિનો કોઈ વિયોગ નથી એટલે નવ દિવસની પુરી નવરાત્રી ની શરૂઆત જોર શોરથી ચાલી રહ્યો છે. પણ જે આગાહી અંબાલાલ પટેલે કરી છે તે જાણીને જાણીને તમે ચોંકી જશો.

રાજ્યમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. રાજ્યમાં આગામી 6 દિવસ લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન યથાવત રહેશે. તેમ છતાં પણ રાતે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ઓક્ટોબર મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. શિયાળામાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા હોય છે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતી હોય છે. જેના લીધે ગુજરાતમાં ઠંડી વધતી હોય છે.

મહત્વનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હવે સિઝનનું પહેલું વેસ્ટન ડિસ્ટર્બન્સ 10 ઓક્ટોબર સુધીમાં આવશે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશો અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ, કરા પડવાની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વરસાદી ઝાપટાની પણ શક્યતા છે.

જ્યારે મહત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. જ્યારે 19 ઓક્ટોબર આસપાસ એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જેના લીધે પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો પ્રભાવિત થવાની શક્યતા છે.

14 ઓક્ટોબરે પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 16 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 17થી 19 ઓક્ટોબરે એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે.

નોંધનીય છે કે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, 12થી 17 અરબી સમુદ્રમાં હળવા ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે. જ્યારે 23થી 25 બંગાળના ઉપસાગરમાં મજબૂત એક સિસ્ટમ બનશે.

જોકે, ગુજરાતમાં ચોમાસું પાક તૈયાર થઇ ગયો છે અને હવે નીકળવાની તૈયારી છે. સાથે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ છે અને 15 ઓક્ટોબરથી નવરાત્રી શરુ થાય છે. જોકે, અંબાલાલ પટેલનું અનુમાન છે કે 14 ઓક્ટોબરે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. નવરાત્રી વચ્ચેના દિવસોમાં એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. જેના કારણે વરસાદની પણ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *