ધાર્મિક

રામલલ્લાના દર્શનના સમયમાં કરાયો ફેરફાર, જાણો ક્યારે ભક્તો કરી શકશે દર્શન?

નમસ્તે દોસ્તો, અયોધ્યાના મંદિરમાં રામલ્લાના દર્શન કરવા જવા હોય તો અહીં તમે જાણી શકો છો કે ક્યારે તમે દર્શન કરી શકશો. મંદિરના ઉદ્ઘાટન બાદ સતત વધી રહી છે ભક્તોની ભીડ,ભગવાન રામના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર,સવારના 7 વાગ્યાથી શરૂ થશે દર્શન, શયન આરતી 10 વાગે થશે.

22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારથી ભગવાનના દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો. મંદિરની બહાર હજુ પણ મોટી સંખ્યામાં ભક્તો હાજર છે. ભક્તોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભગવાન રામના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે, જેથી વધુને વધુ ભક્તો ભગવાનના દર્શન સરળતાથી કરી શકે.

વિશ્વ હિંદુ પરિષદના મીડિયા પ્રભારી શરદ શર્માના જણાવ્યા અનુસાર, રામલલ્લાની મંગળા આરતી સવારે 4.30 કલાકે થશે અને શ્રૃંગાર આરતી (ઉત્થાન આરતી) સવારે 6.30 કલાકે થશે. આ પછી સવારે સાત વાગ્યાથી ભક્તોના દર્શન શરૂ થશે. તેમણે જણાવ્યું કે બપોરે 12 વાગ્યે ભોગ આરતી, સાંજે 7:30 વાગ્યે સંધ્યા આરતી અને 9 વાગ્યે રાત્રિભોગનું આયોજન કરવામાં આવશે.

ભગવાનની શયન આરતી રાત્રે દસ કલાકે થશે. ટ્રસ્ટ સતત પરિવર્તન કરીને લોકોને ભગવાનના દર્શન સુલભ બનાવી રહ્યું છે. આ પહેલા મંદિરમાં પ્રવેશદ્વારની સંખ્યા બેથી વધારીને છ કરવામાં આવી હતી.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *