ટોપ ન્યૂઝ

Paytm બેંક અને વોલેટ સર્વિસ RBIએ કરી બંધ, તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો

નમસ્તે દોસ્તો, અગત્યના સમાચાર મળી રહ્યા છે કે paytm પર RBI એ કડક પગલાં લીધા છે જેના વિષે તમે અહીં જોઈ શકો છો.નિયમોની સતત અવગણના થતાં RBIએ લીધાં કડક પગલાં, તાત્કાલિક અસરથી બંધ. ભારતીય રિઝર્વ બેંકએ Paytmની બેંકિંગ શાખા પેટીએમ પેમેન્ટ્સ બેંક પર તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

RBIએ 31 જાન્યુઆરી 2024ના રોજ આ આદેશ જાહેર કર્યો છે. સેન્ટ્રલ બેંકે નિયમોનું પાલન ન કરવા બદલ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

29 ફેબ્રુઆરી પછી બેંકિંગ સેવાઓ પ્રદાન નહીં કરી શકે પેટીએમ પેમેન્ટ્સ બેંક.આ સાથે RBIએ કંપનીને 29 ફેબ્રુઆરી પછી વર્તમાન ગ્રાહકોના ખાતામાં રકમ ઉમેરવાનું બંધ કરવાનો આદેશ પણ આપ્યો છે. આ ઓર્ડર પછી Paytm પેમેન્ટ બેંકમાં કોઈ ક્રેડિટ/ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન થશે નહીં. અને 29 ફેબ્રુઆરી પછી Paytm પેમેન્ટ બેંક બેંકિંગ સેવાઓ પ્રદાન કરી શકશે નહીં.

RBI દ્વારા Paytm પેમેન્ટ્સ બેંકને આપવામાં આવેલા ઓર્ડરની નકલ.નિયમોનું સતત પાલન ન કરવાને કારણે RBIએ પગલાં લીધાં.સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને અનુગામી કમ્પ્લાયન્સ વેલિડેશન રિપોર્ટથી જાણવા મળ્યું છે કે કંપનીએ સતત પાલન ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે.

ઓડિટમાં સુપરવાઇઝરી ક્ષતિઓ પણ બહાર આવી હતી. બેંક 15મી માર્ચ સુધીમાં નોડલ એકાઉન્ટ સેટલ કરે. આ ઉપરાંત Paytm બેંક સંબંધિત અન્ય ઘણી સુપરવાઇઝરી ખામીઓ પણ સામે આવી છે, જેના કારણે ભવિષ્યમાં કંપની સામે વધુ જરૂરી પગલાં લેવામાં આવશે.

Paytm પેમેન્ટ બેંકના હાલના ગ્રાહકો આ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.જો કે, RBIએ સ્પષ્ટતા કરી છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંકના હાલના ગ્રાહકો તેમની હાલમાં ઉપલબ્ધ બેલેન્સ ઉપાડી શકે છે અને તેનો ઉપયોગ કરી શકે છે. પછી તે બચત બેંક ખાતા હોય, ચાલુ ખાતા, પ્રીપેડ સાધનો, FASTags, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરે હોય, આમાંના બેલેન્સનો ઉપાડ અથવા ઉપયોગ કોઈપણ પ્રતિબંધ વિના માન્ય રહેશે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *