ટોપ ન્યૂઝ

ગર્વ છે ગુજરાતી છું, ગુજરાતીઓ માટે ગૌરવની મોટી ક્ષણ, ગરબાને મળ્યું યુનેસ્કોમાં સ્થાન

ગુજરાતના ગરબાને હવે વૈશ્વિક ઓળખ મળી છે. યુનેસ્કોએ ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી કરી છે, જે સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે. ઉજવણી, ભક્તિ અને સામાજિક સમાનતાનું પ્રતીક ગરબાને હવે નવી ઓળખ મળી છે. એટલું જ નહીં, ગુજરાતના પ્રજાજીવનને ધબકતું રાખવા અને જીવંત રાખવા ગરબાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ગુજરાતના ગરબાને યુનેસ્કોએ માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ આજે ​​અહીં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનો આ 15મો વારસો છે.

તેમણે કહ્યું કે ગરબા ઉજવણી એ ભૌગોલિક સીમાઓને ઓળંગી ભક્તિ, લિંગ સમાવિષ્ટતા અને સામાજિક સમાનતાનું પ્રતીક કરતી પરંપરા છે. આ યાદી આપણી સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાઓ અને વારસાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આ સરકારના અથાક પ્રયાસોનું પ્રમાણ છે.

આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે.

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભારતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસાને ગ્લોબલ ઓળખ અપાવવા માટે થઈ રહેલા સાર્થક પ્રયાસોનું આ ગૌરવપૂર્ણ પરિણામ ગરબાના સમૃદ્ધ અને પારંપરિક ઇતિહાસને વિશ્વફલક પર ઉજાગર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *